/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2020/10/24163805/maxresdefault-107-250.jpg)
ભરૂચની જંબુસર ચોકડી પાસે આવેલાં રેલ્વે ફાટક નજીક થી પસાર થઈ રહેલું કન્ટેનર લોખંડની એંગલ સાથે અથડાઈ જતા અકસ્માત થયો હતો. લોખંડની એંગલના બંને તરફના પાયા જમીનમાંથી ઉખડી જતા લોખંડની એંગલ નમી પાડતા વાહન ચાલકોના જીવ તાળવે ચોટી ગયા હતા પંરતુ કોઈ મોટી હોનારત સર્જાઈ ન હતી.
ભરૂચના દહેજ બાયપાસ ચોકડી નજીક સતત ભારે વાહનોની અવાર જવર રહેતી હોય છે અને ભારે વાહનો લોખંડની એંગલો અને થાંભલાઓ સાથે અથડાવાની ઘટનાઓ વારંવાર બનતી હોય છે. જેના કારણે વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવતો હોય છે. ત્યારે આજે શનિવારે સવારે બાયપાસ ચોકડી નજીક રેલ્વે ટ્રેક ઉપરથી પસાર થઈ રહેલુ કન્ટેનર લોખંડની એંગલ સાથે ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતના પગલે એંગલની બંને સાઈડના જમીનમાં રહેલા પાયાઓ ઉખડી જતા એંગલ નમી જતાં અન્ય વાહનચાલકોના જીવ તાળવે ચોંટી ગયાં હતાં. જોકે ટ્રાફિક પોલીસે સ્થળ ઉપર દોડી આવી લોખંડની એંગલ સાઈડ પર કરી વાહન વ્યવહારને રાબેતા મુજબ કરવાની કામગીરી હાથ ધરી હતી.