ભરૂચ : જંબુસર નગરપાલિકાની સામાન્ય સભામાં ઉડ્યા કોરોના ગાઈડલાઈનના ધજાગરા, જુઓ કોણ કોણ રહ્યું હતું હાજર..!

New Update
ભરૂચ : જંબુસર નગરપાલિકાની સામાન્ય સભામાં ઉડ્યા કોરોના ગાઈડલાઈનના ધજાગરા, જુઓ કોણ કોણ રહ્યું હતું હાજર..!

જંબુસર નગરપાલિકાની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે હાજર સભાસદોએ જાણે કોરોનાની ગાઈડલાઈનના નિયમોને નેવે મૂક્યા હોય તેવા દ્રશ્યો પણ જોવા મળ્યા હતા.

જંબુસર ગામે નગરપાલિકાની સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જે કોઈ નગરપાલિકાના કર્મચારીઓ કોરોનાના કારણે મૃત્યુ પામ્યા હોય તેઓના દિવંગત આત્માને પ્રભુ શાંતિ અર્પણ કરે તે માટે 2 મિનિટનું મૌન પાઠવાયુ હતું. ત્યાર બાદ સૌ સભાસદોની હાજરીમાં સામાન્ય સભાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સામાન્ય સભામાં નગરપાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસર સહિતના સદસ્યોએ કોરોનાની ગાઈડલાઈનના નિયમોને જાણે નેવે મૂક્યા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. સભામાં હાજર લોકોએ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોના છડેચોક ધજાગરા ઉડાવ્યા હતા.

Latest Stories