ભરૂચ તાલુકાના જૂના તવરા ગામે ક્ષત્રિય સમાજ પરિવારના સમૂહ જવારાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 26 પરીવારના જવારાની શાસ્ત્રોકત વિધિપૂર્વક પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું
ક્ષત્રિય પરિવારના સમૂહ જવારામા મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. ભરૂચના જૂના તવરા ગામે આવેલ ચિંતનાથ મહાદેવ મંદિરે 10 એપ્રિલના રોજ માતાજીના જવારાની સ્થાપના કરવામાં આવી હતી તથા ૧૪ એપ્રિલના રોજ માતાજીની ગ્રહશાંતિ બપોરે 2 કલાકે શ્રીફળ હવન અને મહાપ્રસાદી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ જોડાય ધન્યતા અનુભવી હતી.
