New Update
/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/27134057/maxresdefault-119.jpg)
ભારતના પૂર્વ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુની આજે પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા તેઓને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા.
દેશના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુની આજે 56 મી પુણ્યતિથિ છે. 27 મે 1964 ના રોજ પંડિત જવાહરલાલ નેહરુનું નિધન થયું હતું. આજરોજ પંડિત જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિતે સવારે ભરૂચ શહેર કોંગ્રેસ દ્વારા જવાહર મ્યુનિસિપલ ભવન બહાર આવેલ પંડિત જવાહરલાલ નહેરુની પ્રતિમાને સ્વચ્છ કરી ફુલહાર કરી શ્રધ્ધાંજલી આપવામાં આવી હતી. પુષ્પાંજલી કાર્યક્રમમાં શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી સોખી, નગર પાલિકામાં વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, સુલેમાન પટેલ, નિકુલ મિસ્ત્રી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Latest Stories