તાજેતરમાં સુરત ખાતે જેસીઆઇ ઇન્ડીયાના ઝોન-8નું વાર્ષિક અધીવેશન-અવસર ઝોન કોન્ફરન્સ 2021નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2022ના હોદ્દેદારોની વરણી થતા જેસી ઇશાન અગ્રવાલની ઝોન-8ના ઝોન પ્રેસીડેન્ટ પદે સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી.
સુરત ખાતે યોજાયેલ જેસીઆઇ ઇન્ડીયાના ઝોન-8 વાર્ષિક અધીવેશન-અવસર ઝોન કોન્ફરન્સ 2021 દરમ્યાન જેસીઆઇ ભરૂચના પૂર્વ પ્રમુખ જેસી હુસેન ગુલામહુસેનવાલાની ઝોન વાઈસ પ્રેસીડેન્ટ પદે અને જેસી જગદીશ પટેલની ઝોન કોઓડીનેટર પદે નિમણૂંક કરવામાં આવી છે. આ પ્રસંગે જેસીઆઇ ભરૂચના સભ્યોને વર્ષ 2021ની સારી કામગીરી બદલ વિવિધ કેટેગરીમાં 30થી વધુ રીવોર્ડ અને રેકગનેશનથી સન્માનીત કરવામાં આવ્યા હતા. આ સાથે જ નીમાયેલ પ્રતીનીધીઓ દ્વારા સંસ્થાના પૂર્વ પ્રમુખ અને જેસી સભ્યોનો આભાર માનવામાં આવ્યો હતો. આ તકે જેસીઆઇ ભરૂચના જેસી અંગીરસ શુકલા, જેસી સુનીલ નેવે, જેસી ચીરાગ શાહ, જેસી શીતલ નેવે, જેસી સંકેત શાહ, જેસી ઉર્વી શાહ, જેસી હર્ષીત શાહ. જેસી હીમાની શાહ, જેસીરેટ ચંદ્રિકા પટેલ સહિત મોટી સંખ્યામાં JCI ભરૂચના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170