ઝઘડીયા તાલુકાના નાનાવાસણા ગામે નર્મદા નદીમાં ન્હાવા પડેલા યુવાનનું ડુબી જવાના કારણે મોત થયું હતું. ગરમીથી રાહત મેળવવા યુવાન નદીએ ન્હાવા ગયો હતો જયાં તેને મોત મળી ગયું હતું.
ઝગડીયા તાલુકાના નાનાવાસણા ગામમાં રહેતા રોહિત માછીનો 18 વર્ષીય પુત્ર હિતેશ ગરમીથી રાહત મેળવવા માટે ગામ નજીકથી પસાર થતી નર્મદા નદીમાં ન્હાવા માટે ગયો હતો. પાણીમાં ન્હાતી વેળા તેને ઉંડાઇનો ખ્યાલ ન રહેતાં તે ઉંડા પાણીમાં ગરકાવ થઇ ગયો હતો. નદીમાં માછીમારી કરી રહેલાં માછીમારોએ યુવાનને ડુબતો જોઇ તેમની બોટ લઇ ત્યાં પહોંચી ગયાં હતાં પણ હિતેશને બચાવી શકાયો ન હતો.
ઘટનાની જાણ થતાં નદી કિનારે લોકોના ટોળા ભેગા થઇ ગયાં હતાં. સ્થાનિક માછીમારો અને તરવૈયાઓએ બે કલાકની જહેમત બાદ હિતેશના મૃતદેહને નદીમાંથી શોધી કાઢયો હતો. મૃતક હિતેશ એકનો એક પુત્ર હોવાથી પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

Deprecated: File Theme without comments.php is deprecated since version 3.0.0 with no alternative available. Please include a comments.php template in your theme. in /home/u830939772/domains/gujarati.connectgujarat.com/public_html/wp-includes/functions.php on line 6170