ભરૂચ : જયોતિનગર પાસે ફુટપાથ પર આવેલાં શાકભાજીના પથારામાં ઘુસી ગયો ટેમ્પો, જુઓ પછી શું થયું

New Update
ભરૂચ : જયોતિનગર પાસે ફુટપાથ પર આવેલાં શાકભાજીના પથારામાં ઘુસી ગયો ટેમ્પો, જુઓ પછી શું થયું

ભરૂચ શહેરના જયોતિનગર વિસ્તારમાં શાકભાજીના પથારામાં ફોર વ્હીલ ટેમ્પો ઘુસી જતાં વેપારીને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત વેપારીને સારવાર માટે ખસેડાયો છે જયારે અકસ્માત બાદ ટેમ્પો ચાલક ફરાર થઇ ગયો છે.

ભરૂચ શહેરના મુખ્યમાર્ગો પર રાહદારીઓને ચાલવા માટે ફુટપાથ બનાવવામાં આવ્યાં છે પણ ફુટપાથ પર નાના વેપારીઓ ગેરકાયદે કબજો જમાવી લેતાં હોય છે. ફુટપાથની આસપાસ તમને રેતી, કપચી અને ઇંટોના ઢગલાઓ પણ જોવા મળે છે જે ટ્રાફિકમાં અડચણરૂપ બનતાં હોય છે. જયોતિનગર વિસ્તારમાં આવેલાં ફુટપાથ પર કાર્ટિંગ તથા શાકભાજી વેચતા વેપારીઓએ પોતાની હાટડીઓ ખોલી નાંખી છે. સોમવારના રોજ કાર્ટિંગના વેપારીનો ટેમ્પો ફુટપાથ પર શાકભાજીના પથારામાં ઘુસી ગયો હતો. ટેમ્પાની ટકકર વાગતાં શાકભાજીના વેપારીને ગંભીર ઇજા પહોંચી હતી. અકસ્માત બાદ ઘટનાસ્થળે ટોળા એકત્ર થઇ જતાં ટેમ્પાચાલક ફરાર થઇ ગયો હતો. ઇજાગ્રસ્ત વેપારીને સારવાર માટે દવાખાને ખસેડવામાં આવ્યો છે.

Latest Stories