ભરૂચ : સુશાસન દિવસની કરાઇ ઉજવણી, જિલ્લાભરમાં યોજાયો કિસાન કલ્યાણ કાર્યક્રમ

ભરૂચ : સુશાસન દિવસની કરાઇ ઉજવણી, જિલ્લાભરમાં યોજાયો કિસાન કલ્યાણ કાર્યક્રમ
New Update

ભારત દેશના પૂર્વ વડાપ્રધાન અને ભારતરત્ન અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસની દેશભરમાં સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં ઠેરઠેર કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયો હતો.

કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા દેશના પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના જન્મ દિવસને સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે સુશાસન દિવસ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશભરની જનતાને વિડિયો કોન્ફ્રરન્સના માધ્યમથી વક્તવ્ય પાઠવાયું હતું. ભારતરત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે ભરૂચ શહેરના ઓમકારનાથ ટાઉન હૉલ ખાતે કિશાન કલ્યાણ કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ખેતીવાડીને લગતી યોજનાઓ, જિલ્લા ઉદ્યોગની યોજના અને સમાજ કલ્યાણ યોજના સહિત ખાતાકીય કચેરીઓ તરફથી માલતિ વિવિધ યોજનાના લાભ વિષે ખેડૂતોને માહિતગાર કરવામાં આવ્યા હતા.

અટલ બિહારી વાજપેયીનીના જન્મ દિવસ નિમિત્તે સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે કેન્દ્ર સરકાર દ્વારા દેશના ખેડૂતોના ખાતામાં કરોડો રૂપિયાની સહાય જમા કરાવવામાં આવી હતી. આ પ્રસંગે અંકલેશ્વરના જીઆઈડીસી હૉલ તેમજ નેત્રંગ તાલુકા મથકે ઉપસ્થિત આગેવાનો દ્વારા સરકારની વિવિધ યોજના થકી જરૂરીયાતમંદ ખેડૂતોને સાધન સહાય સામગ્રી સહિતની કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. જેમાં સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.

#Bharuch #Connect Gujarat #Atal Bihari Vajpayee #Good Governance Day #Kisan Kalyan
Here are a few more articles:
Read the Next Article