Connect Gujarat
Featured

ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીનું ગૌરવ વધારતી છાત્રાઓ

ભરૂચ : લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીનું ગૌરવ વધારતી છાત્રાઓ
X

ગુજરાત ટેકનીકલ યુનિવર્સીટી તરફથી લેવામાં આવેલી સેમેસ્ટર -7 ની નિયમિત પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસી બે છાત્રાઓએ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે.

તારીખ 16મી માર્ચ 2021ના રોજ ગુજરાત ટેકનીકલ યુનિવર્સીટી ( જીટીયુ) તરફથી સેમેસ્ટર -7 ની નિયમિત પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચની લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીની વિદ્યાર્થીની રુમાના પટેલે જીટીયુ રેન્ક -1 સાથે 9.43 એસપીઆઇ મેળવ્યાં છે. આ ઉપરાંત નાઝ ખાને 9.36 એસઆઇપી સાથે જીટીયુમાં બીજો ક્રમ મેળવ્યો છે.

બંને વિદ્યાર્થીનીઓએ મેળવેલી સિધ્ધિ બદલ કોલેજના મેનેજિંગ ડીરેકટર એમ.એસ.જોલી, ટ્રસ્ટી યોગેશ પારીક, કરણ જોલી, કોલેજના આચાર્ય પ્રોફેસર ડૉ. કિશોર ઢોલવાણી સહિતના સ્ટાફે અભિનંદન પાઠવ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે, લક્ષ્મીનારાયણ દેવ કોલેજ ઓફ ફાર્મસીમાં નિષ્ણાંત પ્રાધ્યાપકો તરફથી શિક્ષણ અને અભ્યાસઇતર પ્રવૃતિઓ પર ખાસ ભાર મુકવામાં આવે છે અને તેમના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓ પરીક્ષાઓ ઉપરાંત અન્ય સ્પર્ધાઓમાં ભાગ લઇ ઇનામો મેળવી રહયાં છે.

Next Story