ઝઘડિયા તાલુકામાં મોટા પ્રમાણમાં દીપડાઓ વસવાટ કરી રહ્યા છે.વારંવાર દીપડા નજરે પડયાના કિસ્સાઓ બહાર આવી રહ્યા છે ત્યારે ઝઘડિયા તાલુકાના ભાલોદ, ઓર પટાર ,ટોઠીદરા જેવા વિસ્તારોમાં પણ અવારનવાર દીપડાઓ નજરે પડે છે આ વિસ્તારમાં પાંજરૂ ગોઠવી દીપડાને પકડી લેવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.ઝઘડિયા તાલુકાના ટોઠીદરા ગામે રહેતા ખેડુત બાબુભાઈના કપાસના ખેતરમાં આજરોજ વહેલી સવારે દીપડાનાં બચ્ચાં નજરે પડ્યાં હતાં, પોતાના ખેતરમાં દીપડાનાં બચ્ચાં દેખાતા ખેડુત બાબુભાઈ વીરજાયાએ ઝઘડિયા વન વિભાગને જાણ કરી હતી.