ભરૂચ : હાંસોટના દીગસ નજીક લાઇનમાં ભંગાણ, ખેતરોમાં ફરી વળ્યાં દુષિત પાણી

New Update
ભરૂચ : હાંસોટના દીગસ નજીક લાઇનમાં ભંગાણ, ખેતરોમાં ફરી વળ્યાં દુષિત પાણી

હાંસોટ તાલુકાના દીગસ ગામ નજીકથી પસાર થતી અને ઉદ્યોગોના પ્રદુષિત પાણીને શુધ્ધિકરણ બાદ દરિયામાં નિકાલ કરતી એનસીટીની  લાઇનમાં ભંગાણ પડયું છે. ભંગાણના કારણે મોઠીયા ગામની સીમમાં પાણી ફરી વળતાં 250 એકર જમીનમાં ખેતીના પાકને નુકશાન થયું છે.

નર્મદા નદીમાં આવેલાં પુરના કારણે ભરૂચ જિલ્લામાં ખેતીનો દાટ વળી ગયો છે તેવામાં હવે હાંસોટ તાલુકાના મોઠીયા ગામના ખેડુતોના માથે નવી આફત આવીને ઉભી છે. હાંસોટ તાલુકાના દીગસ નજીક પાઇપલાઇનમાં ભંગાણ પડતાં પ્રદુષિત પાણી ખેતરોમાં ફરી વળ્યાં છે. મોઠીયા ગામના ખેડુતોના જણાવ્યા મુજબ પ્રદુષિત પાણીના કારણે 250 એકર જમીનમાં ખેતીના પાકને નુકશાન થયું છે. ઉદ્યોગોના પ્રદુષિત પાણીના નિકાલ કરતી લાઇનમાં પડેલા ભંગાણના કારણે પાણી આસપાસના ખેતરોમાં ફરી વળ્યાં છે. કેમીકલયુકત પાણીના કારણે ખેતરોમાં તૈયાર થયેલાં પાકને નુકશાન થયું છે. ઘટના બાદ કંપનીના સંચાલકોએ ખેડુતોને વળતર ચુકવવાની વાત કરી હતી પણ હવે વળતર ચુકવવામાં આંખ આડા કાન કરી રહયાં હોવાની ફરિયાદ ખેડુતોએ કરી છે. બીજી તરફ લાઇનમાં ભંગાણ પડવાના કારણે અંકલેશ્વર અને ઝઘડીયાના ઉદ્યોગોને પણ રોજનું કરોડો રૂપિયાનું નુકશાન થઇ રહયું છે.

Latest Stories