ભરૂચમાં દિવાળીના સમયમાં જોવા જેવી થઈ છે.ભાજપના નેતાઓએ દિવાળીની શુભકામના આપતા બેનર લગાવ્યા હતા પરંતુ કેટલાક ટીકળખોરોએ બેનર સાથે છેડછાડ કરતા શરમજનક દ્રશ્યો સર્જાયા છે
પ્રકાશના પર્વ દિવાળીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કોરોનાના કપરાકાળ બાદ આ પ્રથમ વર્ષ હતું જેમાં નગરજનોએ ઉત્સવનો આનંદ માણ્યો હતો ત્યારે નેતાઓ પણ આમાંથી કેમ બાકાત રહી જાય. ભાજપના નેતાઓએ દિવાળીની શુભકામના પાઠવતા ઠેર ઠેર બેનર લગાવ્યા હતા અને લોક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ એમનો આ દાવ ઊલટો પડી ગયો હોય એમ લાગી રહ્યું છે. ભરૂચના પર્યટન સ્થળ માતરિયા તળાવ ખાતે પણ આજ પ્રકારના બેનર લગાવવામાં આવ્યા હતા જેના દ્રશ્યો તમે નિહાળી શકો છો.બેનર સાથે જે છેડછાડ કરવામાં આવી છે એ તમે જુઓ
બેનરમાં જે જે નેતાઓના નામની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ ભરૂચ જિલ્લા ભાજપના મહામંત્રી જિગ્નેશ મિસ્ત્રીના ફોટા સાથે છેડછાડ કરવામાં આવી છે. આ બાદ જો વાત કરીયે તો ભરૂચ નગર સેવા સદનના કારોબારી અધ્યક્ષ નરેશ સુથારવાલા,ભાજપના આગેવાન ધર્મેન્દ્ર ઓઝા અને નગર સેવક ભાવિન પટેલના ફોટામાં નાક કાપી નાખવામાં આવ્યા છે
આવું કૃત્ય કોઈ ટીકળખોરનું જ હોય શકે. દિવાળીના પાવન પર્વ પર શુભકામના આપવાનું અનરેઉ મહત્વ છે એમ છતા નેતાઓના ફોટા સાથે છેડખાની કરવામાં આવી છે ત્યારે આ દ્રશ્યો સ્થાનિક નગર સેવકોની સ્થાનિકો પ્રત્યેની ઉદાસીનતા દર્શાવે છે કે કોઈ વિઘ્ન સંતોષીઓનું કારસ્તાન એ આવનારા દિવસોમાં ખબર પડશે
