ભરૂચ : ઝઘડીયાના તરસાલી ગામે મદ્રેસાએ ગૌસિયાના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

New Update
ભરૂચ : ઝઘડીયાના તરસાલી ગામે મદ્રેસાએ ગૌસિયાના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયો

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના

તરસાલી ગામે આવેલ મદ્રેસાએ ગોસિયાના બાળકો જે

કુરાનેપાકના ૩૦ પારા પૂર્ણ કરી સાથે સાથે નમાઝના તરિકા, દુવાઓ અને આયાતો શીખી

ધાર્મિક શિક્ષણ મેળવી તાલીમ પૂર્ણ કરતાં ૩૩ બાળકોનો વિદાય સમારંભ યોજાયો હતો.

publive-image
publive-image
publive-image

તરસાલી ગામના હજરત સૈયદ કાદર બાપુના હસ્તે

વિદ્યાર્થીઓને સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. ગરીબ નવાઝ મસ્જિદ કમિટી દ્વારા બાળકોને પ્રોત્સાહિત ઇનામનું પણ વિતરણ

કરવામાં આવ્યું હતું. વિદાય સમારંભના કાર્યક્રમમાં મદ્રેસાના વિદ્યાર્થીઓ

અને વિદ્યાર્થિનીઓ દ્વારા સ્ટેજ પર એકબીજાને પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી। જેમાં નમાઝના તરિકા, કુરાને પાકના પારાના

નામ, કુરાનની આયાતો વિશે બાળકોએ કાર્યક્રમમાં સામેલ થયેલા

લોકોને નમાઝ અને કુર્આનનું મહત્વ સમજવ્યું હતું.

આ પ્રસંગે તરસાલી ગામના સૈયદ

સાદાત, ખ્વાજા નસીરુદ્દીન ચીસ્તી ટ્રસ્ટના સભ્યો, સૈખુલ ઇસ્લામ

ટ્રસ્ટના સભ્યો, મોહદ્દિસે આઝમ મિશનના સભ્યો તેમજ મસ્જિદ

કમિટીના સભ્યો સહિત સરપંચ તથા ગામના આગેવાનો અને

મોટી સંખ્યામાં બાળકોના માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories