ભરૂચના દહેજ ખાતે સર્વરોગ નિદાન કેમ્પ જયાબેન મોદી હોસ્પિટલ તેમજ જી. એ સી એલ એજયુકેશન સોસાયટીના સહયોગથી યોજવામાં આવ્યો

ભરૂચના દહેજ ખાતે ખાતે નિઃશુલ્ક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું.આ આયોજન જીએ.સી.એલ.એજ્યુકેશન સોસાયટી તેમજ જયાબેન મોદી મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલએ સંયુક્ત સહયોગ થકી કર્યું હતું. જેમાં નિઃશુલ્ક તપાસ તેમજ ફ્રી દવા આપવામાં આવશે તેમજ જરૂરિયાતમંદ લોકોને આંખોના ચશ્મા પણ ફ્રી આપવામાં આવયા હતાં.આ કેમ્પમા અલગ અલગ 5 નિષ્ણાંત તબીબોએ ઉપસ્થિત ર્હઈ તબીબી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જેનો જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો