ભરૂચની જયઅંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે ભારત વિકાસ પરિષદ દક્ષિણ ગુજરાત વિભાગની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય મહામંત્રી શ્યામજી શર્મા ઉપસ્થિત રહ્યા હતા
રાષ્ટ્રીય ચેતના દ્વારા ભારતીય સંસ્કૃતિ જગાડવા માટે ભારત વિકાસ પરિષદ વર્ષોથી કાર્યરત છે. ભારતીય સંસ્કૃતિ અને પરંપરા આધારિત રાષ્ટ્રીય વિચારધારા સાથે સમાજના પછાત, અસહાય,અભાવગ્રસ્ત અને વનવાસીની સહાય માટે વર્ષ 1963માં શરૂ થયેલ ભારત વિકાસ પરિષદની સમગ્ર દેશમાં 1800 કરતા વધુ શાખા છે.ભરૂચમાં પણ ભારત વિકાસ પરિષદનીની ભૃગુભૂમિ શાખા કાર્યરત છે ત્યારે ભરૂચની જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે શનિવારના રોજ દક્ષિણ ગુજરાત વિભાગની અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું જેમાં રાષ્ટ્રીય મહામંત્રી શ્યામજી શર્મા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ પ્રાંતિય મહામંત્રી સુરેશ પટેલ,પ્રાંતિય ઉપાધ્યક્ષ પ્રકાશ કસવાલા,સહમંત્રી રણજીત ચૌધરીએ પણ હાજરી આપી હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી શ્યામજી શર્માએ ઉપસ્થિતોને ભારત વિકાસ પરિષદ અને તેના દ્વારા ચાલતા કાર્યો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપી પરિવાર નિર્માણ સાથે સમાજ નિર્માણ કઈ રીતે કરી શકાય એ બાબતે માહિતી આપી હતી. બેઠકમાં ભૃગુભૂમિ શાખાના વરીસ્ઠ કારોબારી સભ્ય સાગરમલ પારિકે આમંત્રીતોનું ભરૂચની ઓળખ સમાન સૂજની આપી અભિવાદન કર્યું હતું. આ બેઠકમાં ભૃગુભૂમિ શાખાના ઉપાધ્યક્ષ યોગેશ પારિક,મંત્રી સેતુ લોટવાલા,રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના ડો.કૌશલ,પ્રો.વિજય શાહ તેમજ જિલ્લા ભાજપના મંત્રી જિગ્નેશ મિસ્ત્રી અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા
