/connect-gujarat/media/media_files/2025/05/03/U2gqE0JBhJRjQWDzoqSh.jpeg)
ભરૂચ: ખાણ ખનીજ વિભાગનો સપાટો, એક મહિનામાં રૂ.87 લાખની ખનીજ ચોરી ઝડપી પાડી
ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં સરકારની તિજોરીમાં રૂ.૧૧૨૦૪.૩૫ લાખની રોયલ્ટીની આવક વસુલાત કરી ગુજરાત|સમાચાર
રાજ્ય સરકાર દ્વારા ખનીજ ચોરીને અટકાવવા માટેના તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના માર્ગદર્શન હેઠળ ખાણ અને ખનીજ વિભાગ દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ માં સરકારની તિજોરીમાં રૂ.૧૧૨૦૪.૩૫ લાખની રોયલ્ટીની આવક વસુલાત કરી, સમગ્ર ગુજરાત રાજ્યમાં ત્રીજુ સ્થાન પ્રાપ્ત કર્યું હતું.
/connect-gujarat/media/media_files/2025/05/03/U2gqE0JBhJRjQWDzoqSh.jpeg)
ખનીજ વિભાગની ક્ષેત્રિય તપાસટીમ દ્વારા ભરૂચ જિલ્લાના અલગ- અલગ વિસ્તારોમાંથી એપ્રિલ ૨૦૨૫ એક જ માસમાં ૪૯ માઈનીંગ કેસ કરી રૂપિયા ૮૭ લાખની માતબર આવક મેળવી છે. જેમાં ૩૭ જેટલી ટ્રકો, ૧૦ જેટલા માઈનિંગ મશીન અને એક એક્સવેટર મશીનની જપ્તી કરી હતી.
