વિધાનસભાના કાર્યકારી અધ્યક્ષ તરીકે દુષ્યંત પટેલની નિમણૂક કરવામાં આવી છે. ૨૭ અને ૨૮ સપ્ટેમ્બરના રોજ મળનાર વિધાનસભાની કાર્યવાહીમાં નવા અધ્યક્ષની વરણી દુષ્યંતભાઈ પટેલ કાર્યકારી અધ્યક્ષ તરીકે કરાવશે.

કાર્યકારી અધ્યક્ષ નીમાબેન આચાર્ય ના રાજીનામા બાદ ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલને કાર્યકારી અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. હવે નીમાબેન આચાર્ય અધ્યક્ષની ચૂંટણી માં ઉભા રહેશે. દુષ્યંત પટેલ ભરૂચ થી ભાજપના ધારાસભ્ય છે અને તેઓ સતત ત્રણ ટર્મથી ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવે છે અને દક્ષિણ ગુજરાતમાં તેઓ ભાજપના કદાવર નેતા ગણાય છે એક સમયે નવા મંત્રીમંડળમાં પણ દુષ્યંત પટેલ નું નામ ચર્ચામાં હતું પણ છેલ્લી ઘડીએ તેમનું નામ ના આવ્યું ત્યારબાદ હવે તેમની વિધાનસભાના સત્ર પહેલા કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી છે