ભરૂચ : રાજપારડી ગામે મોબાઇલ રિપેરિંગની દુકાનમાં થઈ ચોરી, 15 મોબાઇલની થઈ ચોરી

ભરૂચ : રાજપારડી ગામે મોબાઇલ રિપેરિંગની દુકાનમાં થઈ ચોરી, 15 મોબાઇલની થઈ ચોરી
New Update

ઝઘડિયા તાલુકાના રાજપારડી ગામે એક મોબાઇલ રિપેરિંગની દુકાનમાંથી રિપેરિંગ માટે આવેલા 15 મોબાઇલની ચોરી થવા પામી હતી.

રાજપારડી પોલીસમાં લખાયેલી ફરિયાદ અનુસાર રાજપારડીના મુખ્ય માર્ગ પર ગેસ્ટ હાઉસ નજીક સાજુદ્દીન શેખ નામનો યુવાન મોબાઇલ રીપેરીંગનું કામ કરે છે. સોમવારના રોજ સવારે તે દુકાન ખોલવા આવ્યો ત્યારે તેની કેબિનનું ઉપરના ભાગે આવેલ પતરુ તોડી નંખાયેલ જોયુ. દુકાનમાં તપાસ કરતાં રીપેરીંગ માટે આવેલા મોબાઇલ ચોરાઇ ગયા હોવાની જાણ થઇ હતી. અંદાજિત કિંમત રૂ. ૨૭,૫૦૦ની કિંમતના ૧૫ મોબાઇલ ચોરાયા હતા. ગ્રાહકોના રિપેરિંગ માટે આવેલ મોબાઇલો ચોરાઇ જતા યુવક મુંજવણમાં મુકાયો હતો.

આ અંગે સાજુદ્દીન શેખ રહેઠાણ ગામ રાજપારડીનાએ આજે રાજપારડી પોલીસ મથકમાં મોબાઇલો ચોરાયા હોવાની ફરિયાદ લખાવી હતી. ઉલ્લેખનીય છે કે ચારેક દિવસ પહેલા રાજપારડી નગરમાં એક લાખથી વધુ રૂપિયાની કિંમતના સોના ચાંદીના ઘરેણાની પણ ચોરી થઇ હતી.

#Bharuch Samachar #Rajpardi #Rajpardi Police #Rajpardi News #Jhagadiya #Mobile Chori #Mobile repair shop stolen
Here are a few more articles:
Read the Next Article