ભરૂચના ગાંધી બજારમાં ખુલ્લી ગટરમાં ૭ ફૂટ ઊંડે બાઈક ઉતરી

New Update
ભરૂચના ગાંધી બજારમાં ખુલ્લી ગટરમાં ૭ ફૂટ ઊંડે બાઈક ઉતરી

સ્થાનિક યુવાને જીવના જોખમે ગટરમાં ઉતરી મોટર સાયકલને બહાર કાઢી.

સતત લોકો થી ધમધમતા વિસ્તાર એવા ગાંધી બજારમાં ખુલ્લી

ગટર નજીક મોટર સાયકલને અન્ય વાહને ટક્કર વાગતા ખુલ્લી ગટરમાં ૭ ફૂટ ઊંડે ઊતરી જતાં

સ્થાનિકોએ જીવના જોખમે મોટરસાયકલની બહાર કાઢી હતી.

publive-image

ભરૂચના કતોપોર બજાર સ્થિત આવેલ ગાંધી બજાર ખરીદી માટેનું બજાર ગણાય છે જે 24 કલાક લોકો ની અવરજવરથી ધમધમતું બજાર છે જે ગત રોજ સંધ્યાકાળ ના સમયે મુખ્ય માર્ગ ઉપર ખુલ્લી ગટર નજીક પાર્ક કરેલી મોટરસાયકલને અન્ય અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારતા મોટરસાયકલ ખુલ્લી ગટરમાં ૭ ફૂટ ઊંડે ઉતરી ગઈ હતી જે ગટરમાં મોટરસાયકલ પડી હોય તેવી જાણ દુકાનદારોને થતા દુકાનદારો પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા

જોકે મોટરસાયકલ ખુલ્લી ગટરમાં  ૭

ફૂટ ઊંડે હોવાની શક્યતાઓને લઇને સ્થાનિકોએ એક યુવાને જીવના જોખમે ગટરમાં ઉતારી

મોટરસાયકલની બહાર કાઢવાના પ્રયાસો કર્યા હતા જોકે મોટરસાયકલ એટલે અંદર ઉતરી હતી કે

ગટરના પાણીમાં મોટરસાયકલ સુધા દેખાતી ન હતી પરંતુ ગટરમાં ઉતરેલા યુવાને પંદરથી વીસ

મિનિટ ગટરના પાણીમાં જીવના જોખમે મોટરસાયકલની બહાર કાઢી હતી સ્થાનિકોની મદદથી મોટર

સાયકલને ગટરમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી

ઉલ્લેખનીય બાબત એ છે કે ગાંધી બજારમાં ખુલ્લી ગટરો

વાહનચાલકો અને રાહદારીઓ માટે જોખમી હોવા છતાં ભરૂચ નગરપાલિકા દ્વારા ખુલ્લી ગટરોની

સમસ્યાઓ સ્થાનિકોની વારંવાર રજૂઆત બાદ પણ હલ કરવામાં ન આવતા સ્થાનિક દુકાનદારોમાં

પણ ભારે રોષ ભભૂકી ઉઠયો છે એટલું જ નહીં ઘણી વાર રાહદારીઓ પણ ગટરમાં ઉતરી જતા

હોવાની ઘટનાઓ બની રહી હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે

ગટરમાં ઉતરી ગયેલી મોટરસાયકલ સ્થાનિકોએ જીવના જોખમે

બહાર કાઢી હોવાના દ્રશ્યો સ્થાનિકોએ મોબાઈલ વીડિયોમાં કેદ કરી સોશિયલ મીડિયા ઉપર

વાઇરલ કરી તંત્રને કુંભકર્ણની નિંદ્રામાંથી જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે

Latest Stories