ભરૂચની જંબુસર બાયપાસ ચોકડી પાસે આવેલી પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં શુક્રવારે રાત્રિના સમયે લાગેલી ભીષણ આગમાં કોરોનાના 16 દર્દીઓ અને બે નર્સ મળી કુલ 18 માનવ જીંદગીઓના જીવનદીપ બુઝાય ગયાં છે. આગની ઘટના બાદ અધિકારીઓ અને પદાધિકારીઓ હોસ્પિટલની મુલાકાત લઇ રહયાં છે ત્યારે સાંસદ મનસુખ વસાવા પણ હોસ્પિટલ ખાતે પહોંચ્યાં હતાં. તેમણે કોરોના વોર્ડની મુલાકાત લીધી હતી તેમજ મૃતકોને શ્રધાંજલિ પાઠવી હતી. ભરૂચ શહેર તથા જિલ્લાની અન્ય કોવીડ હોસ્પિટલોમાં આવી ઘટના ન બને તે માટે તકેદારીના તમામ પગલાં ભરવા માટે સુચના આપી છે. તેમણે અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા પણ કરી હતી. પટેલ વેલ્ફેર હોસ્પિટલમાં આગ લાગી ત્યારે દર્દીઓને બચાવવામાં તેમજ અન્ય ખસેડવામાં પોલીસ ઉપરાંત સ્થાનિક યુવાનો અને સેવાભાવી સંસ્થાઓએ કરેલી કામગીરીને તેમણે બિરદાવી હતી. આ મુલાકાત દરમિયાન તેમની સાથે જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા તેમજ જિલ્લા પચાયત સદસ્ય ધર્મેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતાં.
ભરૂચ : સાંસદ મનસુખ વસાવાએ પટેલ વેલ્ફેર હોસ્પિટલની લીધી મુલાકાત, 18 દર્દીઓના થયાં હતાં મોત
New Update