ભરૂચ : ઓપાલ સહિતની કંપનીઓમાં સ્થાનિકોને આપો નોકરી, જુઓ કોણે કરી રજુઆત

New Update
ભરૂચ : ઓપાલ સહિતની કંપનીઓમાં સ્થાનિકોને આપો નોકરી, જુઓ કોણે કરી રજુઆત

ભરૂચ જિલ્લો ઔદ્યોગિક ક્ષેત્રમાં વિશ્વભરમાં નામના ધરાવતો હોવા છતાં સ્થાનિકોને રોજગારી મળતી ન હોવાના આક્ષેપ સાથે સાંસદ મનસુખ વસાવાએ સરકારમાં પત્ર લખ્યો છે..

સાંસદ મનસુખ વસાવાએ મંત્રી જીતેન્દ્રસિંહને લખેલા પત્રમાં જણાવ્યા અનુસાર ભરૂચ જિલ્લામાં ઓએનજીસી, ગેલ તથા ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના ઉપક્રમે ઓએનજીસી પેટ્રો એડીશનની સ્થાપના કરવામાં આવી છે. આ સાહસનું ઉદઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 7 મી માર્ચ 2017ના રોજ કરવામાં આવ્યું હતું. સરકારે આ પ્રોજેકટમાં 32 હજાર કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.ઓપાલમાં સ્થાનિક લોકોને રોજગારી આપવામાં આવતી નહિ હોવાથી ફરિયાદો સ્થાનિક ચુંટાયેલા પ્રતિનિધિઓને મળી રહી છે. વડાપ્રધાનને આશ્વાસન આપ્યું હોવા છતાં આજદિન સુધી આ સમસ્યાનો હલ આવ્યો નથી. સરકારી સાહસો તેમજ અન્ય કંપનીઓમાં સ્થાનિક તાલીમબધ્ધ યુવાનોને રોજગારી આપવા આદેશ જારી કરવામાં આવે તેવી માંગણી સાંસદ મનસુખ વસાવાએ કરી છે.

Latest Stories