ભરૂચ : દહેજ અને ઝગડીયાની કંપનીઓમાં સાંસદ મનસુખ વસાવના નામે ઉઘરાણી કરનારા તોડબાજ ઝડપાયો

ભરૂચ : દહેજ અને ઝગડીયાની કંપનીઓમાં સાંસદ મનસુખ વસાવના નામે ઉઘરાણી કરનારા તોડબાજ ઝડપાયો
New Update

ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાના નામે મંદિર માટે પૈસા માંગનાર અમદાવાદ થી પકડાયો. ભરૂચ એલ.સી.બી.પોલીસે અમદાવાદથી ઝડપી પાડ્યો.

ભરૂચ જીલ્લાની દહેજ તથા ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં લોકસભા સાંસદ મનસુખભાઇ વસાવાના નામનો ઉપયોગ કરી ફોન કરી ધાર્મિક તથા મંદિર બનાવવા માટે પૈસાની માંગણી કરનાર ઇસમને અમદાવાદથી ભરૂચ એલ.સી.બી.પોલીસે ઝડપી પાડ્યો હતો. ભરૂચ એલ.સી.બી. છેલ્લા પાંચ - છ માસથી ભરૂચ જીલ્લાના દહેજ તથા ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાના નામનો ખોટો ઉપયોગ કરી કોઇ અજાણ્યો ઇસમ ફોન કરી મંદીર બનાવવા માટે તથા ધાર્મિક કામ કરાવવા માટે રૂપિયાની માંગણી કરતો હોવાની રજુઆત પોલીસને મળી હતી. 

આ બાબતે દહેજ પોલીસ  સ્ટેશન ખાતે આ અંગેનો ગુનો તા .૩૦ / ૦૪ / ૨૦૨૧ ના રોજ નોંધાયો હતો. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ આ ગુનામાં પરીણામલક્ષી તપાસ કરી ગુનો શોધી કાઢવા સુચના આપેલ જે અનુસંધાને એલ.સી.બી. પોલીસ ઇન્સપેક્ટરના માર્ગદર્શન મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીનું પગેરૂ શોધી કાઢવા ટેક્નિકલ સર્વેલન્સથી પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા. આ  દરમ્યાન ટેક્નિકલ સર્વેલન્સના ઉંડાણપુર્વકના અભ્યાસ દરમ્યાન તપાસમાં જોડાયેલ ટીમને બાતમી મળેલ કે દહેજ તથા ઝઘડીયા વિસ્તારમાં આવેલ કંપનીઓમાં ભરૂચના સાંસદ મનસુખભાઇ વસાવાના નામનો ખોટો ઉપયોગ કરી ફોન કરનાર વ્યક્તિ અમદાવાદનો છે અને હાલમાં પણ તે અમદાવાદ ખાતે છે. જે હકિકતના આધારે ભરૂચ એલ.સી.બી.ની ટીમને તાત્કાલિક અમદાવાદ શહેર ખાતે મોકલી આપવામાં આવેલ અને તપાસમાં ગયેલ ટીમે હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અમદાવાદ બાપુનગર વિસ્તારમાંથી એક ઇસમને ઝડપી પાડતા તે નિકોલ અમદાવાદની પુષ્પકુંજ સોસાયટીનો રિતેશ ઉર્ફે સર્કિટ જોશી હોવાનું જણાયું હતું. ભરૂચ એલ.સી.બી.કચેરી ખાતે લાવી ઉડાણપુર્વક પુછપરછ કરતા  આરોપી ભાંગી પડ્યો હતો અને ગુનાની કબુલાત કરતા તેના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહીની તજવીજ હાથ ધરી છે. એલ.સી.બી પોલીસના હાથે ઝડપાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

#Bharuch #arrested #Sansad Mansukh Vasava #companies #Zagadiya #launderer
Here are a few more articles:
Read the Next Article