ભરૂચ : મુલદ ટોલપ્લાઝા પર કર્મચારી પર હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

New Update
ભરૂચ : મુલદ ટોલપ્લાઝા પર કર્મચારી પર હુમલો, સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

ભરૂચના મુલદ નજીક આવેલાં ટોલપ્લાઝા ખાતે વાહનચાલકો અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ વચ્ચે મારામારીના બનાવો વધી રહયાં છે. આવી જ મારામારીની એક ઘટના સીસીટીવીમાં કેદ થઇ ગઇ છે.

બનાવની પ્રાપ્ત ઘટનાસ્થળની વિગતો અનુસાર  ટોલટેક્ષમાં ફરજ બજાવતા દેવાનંદ નામના એક યુવાન પાસે અચાનક કોઈ અજાણ્યો ઈસમ ધસી આવ્યો હતો અને મારામારી કરવા લાગ્યો હતો. મારામારીના બનાવમાં ફરજ પરના દેવાનંદ નામના યુવાનને શારીરિક ગંભીર ઇજાઓ પહોંચી છે. કોઈ અજાણ્યા ઇસમે ફરજ પરના યુવાનને પાઇપ અને ધોકા વડે માર મારતા ટેક્ષ પ્લાઝાનાં આ યુવકને પ્રાથમિક સારવાર અર્થે ભરૂચની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ મારામારીનો સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસ ફરિયાદ પણ દાખલ કરવામાં આવી છે.