ભરૂચ: રમઝાન માસ આવતો હોવાથી રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફારની મુસ્લિમ સમાજની માંગ

New Update
ભરૂચ: રમઝાન માસ આવતો હોવાથી રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફારની મુસ્લિમ સમાજની માંગ

ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રમઝાન માસમાં રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફારની માંગ કરવામાં આવી છે.

રાજયમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહયું છે. મહાનગરો બાદ નાના શહેરો પણ કોરોનની ઝપેટમાં આવી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા 20 શહેરોમાં રાત્રિના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં ભરૂચ શહરનો પણ સમાવેશ કરાયો છે ત્યારે થોડા જ દિવસોમાં મુસ્લિમોના પવિત્ર રમઝાન માસનો પ્રારંભ થઈ રહ્યો છે જેના પગલે રાત્રિ કર્ફ્યુના સમયમાં ફેરફારની માંગ સાથે ભરૂચ જિલ્લા મુસ્લિમ સમાજ દ્વારા આજરોજ ક્લેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યા અનુસાર રાત્રિના 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યુના કારણે મુસ્લિમ સમાજને રમઝાન માસમાં અગવડતા પડશે આથી રાત્રિ કર્ફ્યુનો સમય રાત્રે 10.30 થી મળસ્કે 4 વાગ્યા સુધી રાખવા માંગ કરવામાં આવી છે.

Read the Next Article

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસ્યું, આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની કરી આગાહી

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

New Update
chikhali

ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસુ બરાબર બેસી ગયુ છે, અને સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી કહેર વર્તાવી ચૂક્યુ છે.

હવે આગામી પાંચ દિવસ માટે હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. તાજા અપડેટ પ્રમાણે, 3 જુલાઇ 2025 થી 8 જુલાઇ 2025 સુધીનો સમયગાળો ખુબ જ ભારે રહેવાની આગાહી કરવામાં આવી છે. 

અત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે. આગામી પાંચ દિવસ સુધી એટલે કે 3 જુલાઈથી 8 જુલાઈ સુધીની વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. જેમાં આ સાત દિવસ દરમિયાન રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે. જો કે રાહતના સમાચાર કહી શકાય કે રેડ એલર્ટ અપાયું નથી. આજે રાજ્યના 13 જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અમદાવાદ ઉપરાંત અમરેલી, ભાવનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતનો સમાવેશ થાય છે. જ્યાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે.

આવતીકાલે એટલે કે 4થી જુલાઇએ દીવ, દમણ અને દાદરાનગર હવેલી માટે ભારે વરસાદની ચેતવણી છે. ઉપરાંત ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર અને દાહોદ માટે યલો એલર્ટ અપાયું છે. બાકીનાં તમામ જિલ્લાઓમાં વરસાદ નહીવત્ત રહેશે.

5 જુલાઇ 2025 ના દિવસે અરવલ્લી, મહીસાગર, દાહોદમાં ઓરેન્જ એલર્ટ. વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, છોટાઉદેપુર, પંચમહાલ, સાબરકાંઠા, મહેસાણા, બનાસકાંઠા, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથમાં યલો એલર્ટ તો અરવલ્લી, મહીસાગર અને દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. બાકીનાં જિલ્લાઓમાં વરસાદની શક્યતા નહીવત્ત રહેશે