ભરૂચ : નબીપુર પાસે ટ્રકના ચાલકે મારી કારને ટકકર, જુઓ પછી શું થયું

New Update
ભરૂચ : નબીપુર પાસે ટ્રકના ચાલકે મારી કારને ટકકર, જુઓ પછી શું થયું

ભરૂચ જિલ્લાના નબીપુર પાસે ટ્રકની ટકકરે કાર પુલની રેલિંગ પર લટકી જતાં દોડધામ મચી ગઇ હતી. અકસ્માતમાં કારમાં સવાર તમામ મુસાફરોનો બચાવ થયો હતો પરંતુ હાઇવે પર ટ્રાફિકજામ થઇ જતાં વાહનચાલકો અટવાય પડયાં હતાં.

ભરૂચ તાલુકાના નબીપુર ગામ પાસે આવેલ ભૂખી ખાડીના પુલ ઉપર સવારે 8 વાગ્યાના સુમારે એક કાર સુરતથી વડોદરા તરફ જઈ રહી હતી ત્યારે પાછળથી કોઈ અજાણ્યા ભારે વાહને ટક્કર મારતાં કાર પુલની રેલિંગ પર ચડી ખાડીમાં લટકી ગઈ હતી.

અકસ્માતમાં કારમાં સવાર તમામ મુસાફરોનો બચાવ થયો હતો. અકસ્માતના પગલે પગલે સુરત થી વડોદરા તરફ જતો ટ્રાફિકજામ થઈ ગયો હતો. સ્થાનિક લોકોએ પુલની રેલિંગ પરથી હટાવી ટ્રાફિક હળવો કરવામાં મદદ કરી હતી. દિવાળીના સમયે હાઇવે પર વાહનોનું ભારણ વધ્યું છે તેવામાં થયેલા અકસ્માતના કારણે હાઇવે પર ચાર કીમી સુધી વાહનોની કતાર લાગી ગઇ હતી.

Latest Stories