પાલિકાના મહિલા પ્રમુખે વિપક્ષના નેતાને ગણાવ્યાં “ડરપોક”,જુઓ શું છે કારણ

New Update
પાલિકાના મહિલા પ્રમુખે વિપક્ષના નેતાને ગણાવ્યાં “ડરપોક”,જુઓ શું છે કારણ

ભરૂચ નગરપાલિકાની સામાન્ય સભા બોલાવવા બાબતે શાસક ભાજપ અને વિપક્ષ કોંગ્રેસ વચ્ચે ધમાસાણ ચાલી રહયું છે. કોરોના વાયરસનું કારણ આગળ ધરી શાસકોએ સરકયુલર ઠરાવ કર્યો છે જે વિપક્ષને મંજુર નથી. વિપક્ષ પાલિકા કચેરીના સભાખંડમાં જ સામાન્ય સભા બોલાવવામાં આવે તેવી માંગ કરી રહયો છે.

ભરૂચ નગરપાલિકાની સામાન્યસભા બાબતે શાસક અને વિપક્ષ રાજહઠ પર ચઢયાં હોય તેમ લાગી રહયું છે. કોરોના વાયરસનું કારણ આગળ ધરી શાસકો સભાખંડમાં સામાન્ય બોલાવવાના બદલે સરકયુલર ઠરાવને પ્રાધાન્ય આપી રહયાં છે પણ વિપક્ષ સભાખંડમાં સભા બોલાવવા માંગે છે. વિપક્ષના સભ્યોએ પાલિકા સત્તાધીશોને 72 કલાકનું અલ્ટી મેટમમાં આપ્યું છે. 72 કલાક પુર્ણ થાય તે પહેલાં નગરપાલિકા કચેરી ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો છે. આ બાબતે નગરપાલિકા પ્રમુખ સુરભિ તમાકુવાળાએ જણાવ્યું છે કે, કોરોના વાયરસના કારણે સરકયુલર ઠરાવ કરાયો છે અને તેમાં વિકાસના કામો આવરી લેવાયાં છે. વિપક્ષના નેતા કોઇ પણ રજુઆત કરવા માટે સાથે મીડીયાને લઇને આવે છે. નગરપાલિકાની ચુંટણી આવી રહી છે તેથી વિપક્ષ સ્ટંટ કરી પ્રજાને ગુમરાહ કરી રહયો છે.

બીજી તરફ વિપક્ષના નેતા સમશાદ અલી સૈયદે જણાવ્યું હતું કે, ઓકટોબર મહિનાની નિયમિત સામાન્યસભા હજી બોલાવવામાં આવી નથી. પ્રજાની અનેક સમસ્યાઓનો હજી નિકાલ આવ્યો નથી તેમજ કેટલાય પ્રોજેકટ અટાવાયેલાં પડયા છે. અમે સત્તાધીશોને 72 કલાકની મહેતલ આપી હતી પણ તેમણે હજી સામાન્યસભાની તારીખ નકકી કરી નથી. હવે વિપક્ષ શનિવારે સવારે 11 કલાકે નગરપાલિકા કચેરી ખાતે જનતા સભા કરશે.

Latest Stories