ભરૂચના હાંસોટની પંડવાઇ સુગર ફેક્ટરીને રાષ્ટ્રીય કક્ષાનો પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે. નવી દિલ્હી સ્થિત ડૉ. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટર ખાતે યોજાયેલા વાર્ષિક સમારોહમાં નેશનલ ફેડરેશન ઑફ કો-ઓપરેટિવ સુગર ફેક્ટરીઝ (NFCSF) દ્વારા વર્ષ 2025-26ની સિઝન માટે ઉચ્ચ પુનઃપ્રાપ્તિ ક્ષેત્રમાં નાણાકીય વ્યવસ્થાપન માટે દ્વિતીય પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.
સમારોહ દરમિયાન પંડવાઇ સુગર ફેક્ટરીના ચેરમેન તથા રાજ્યના જળ સંપત્તિ મંત્રી ઇશ્વરસિંહ પટેલ, વાઇસ ચેરમેન અનિલ પટેલ તેમજ ફેક્ટરીના ડિરેક્ટરોએ એવોર્ડ સ્વીકાર્યો હતો.પંડવાઇ સુગર ફેક્ટરીને રાષ્ટ્રીય કક્ષાએ મળેલા આ સન્માનથી સંસ્થા સાથે સંકળાયેલા ખેડૂતો, કર્મચારીઓ અને સંચાલક મંડળમાં આનંદની લાગણી ફેલાઈ છે. ફેક્ટરીના નાણાકીય વ્યવસ્થાપન અને કામગીરીની નોંધ રાષ્ટ્રીય સ્તરે લેવાતા સહકારી ખાંડ ઉદ્યોગ માટે પણ આ સિદ્ધિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
