ભરૂચ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધૂમ્મસભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. સવારના સમયે અનેક વિસ્તારોમાં ધૂમ્મસ છવાતા દૃશ્યતા ઘટી હતી અને વાતાવરણમાં ઠંડક અનુભવાઈ હતી. વરસાદી માહોલ વચ્ચે ધૂમ્મસના કારણે જિલ્લામાં ચોમાસાની અસર વધુ સ્પષ્ટ જોવા મળી હતી.
દરમિયાન ભરૂચ જિલ્લાના 9 તાલુકામાંથી 3 તાલુકામાં વરસાદ નોંધાયો છે. વાગરા તાલુકામાં 13 મીમી, જ્યારે હાંસોટ અને નેત્રંગ તાલુકામાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો છે.વરસાદના કારણે વાગરા, હાંસોટ અને નેત્રંગ સહિતના વિસ્તારોમાં વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. વહેલી સવારના ધૂમ્મસ અને વરસાદી માહોલના કારણે માર્ગો પર પણ દૃશ્યતા ઓછી જોવા મળી હતી.બીજી તરફ જિલ્લાના બાકીના 6 તાલુકામાં વરસાદ નોંધાયો નથી.
