નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામમાં આવેલ માધવ વિદ્યાપીઠ ખાતે આજ રોજ ૫૦ બેડ સાથે આઈસોલેશન સેન્ટરની યજ્ઞ કરી શરૂઆત કરવામાં આવી હતી.
વિશ્વમાં ચાલી રહેલ કોરોના વૈશ્વિક મહામારીએ દેશ વિદેશમાં હાહાકાર મચાવ્યો છે. હાલમાં પણ કોરોના વાઇરસની બીજી લહેરમાં કોરોના ઘાતક નિર્દોષ લોકા પર પોતાનો વિકરાળ જીવલેણ પંજો મારી સંક્રમિત કરી રહ્યો છે. સાથે શહેરો પછી હવે કોરોના અંતરિયાળ ગામમો ગામોમાં પ્રવેશી નિર્દોષ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે આજરોજ નેત્રંગ તાલુકાના કાકડકુઈ ગામે આવેલ વિદ્યાભારતી વનવાસી શિક્ષણ સમિતી સંચાલિત માધવ વિદ્યાપીઠ અને સેવાભારતી ગુજરાતના સહયોગથી ૫૦ બેડ સાથેના કોવિડ-૧૯ આઇશોલેશન સેન્ટરનું શરૂઆત કરવામાં આવી છે.
જેમાં સામન્ય લક્ષણ ધરાવતા કોરોના ગ્રસ્ત દર્દીઓ કે જેમના ઘેરે હોમ કોરેન્ટાઇન થવાની વ્યવસ્થા નથી તેઓ આ આઇશોલેશન સેન્ટરનો લાભ લઇ શકે છે. ટૂંક સમય માં ઓક્સિજનની પણ વ્યવસ્થા કરવામાં આવશે. આઈસોલેટ થયેલા દર્દીઓ માટે સરકારના આરોગ્ય વિભાગ તરફથી દવાની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે સવાર સાંજ ચા નાસ્તો અને બે ટાઈમ ભોજન માધવ વિદ્યાપીઠ દ્વારા પૂરું પાડવામાં આવશે.આ પ્રસંગે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડોદરા વિભાગના સંઘ ચાલક બળદેવ પ્રજાપતિ, કિરીટ સાયપરિયા, માધવ વિદ્યાપીઠના વિજયસિંહ સુતરિયા તેમજ સ્વયંસેવકો ઉપસ્થિત રહ્યા હતા.