ભરૂચ : બળેલી ખો ખાતે મસાલાના ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા

New Update
ભરૂચ : બળેલી ખો ખાતે મસાલાના  ગણેશજીની ઇકો ફ્રેન્ડલી પ્રતિમા

પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રતિમાઓથી પર્યાવરણને થતું નુકશાન અટકાવવા માટે હવે યુવા વર્ગ જાગૃત બની રહયો છે. ભરૂચમાં બળેલી ખો વિસ્તારમાં ૧૨ ફૂટ ઉંચી ઇકો ફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમા બનાવાઇ રહી છે. રસોઈમાં વાપરવામાં આવતી વિવિધ સામગ્રીઓમાંથી શ્રીજીની પ્રતિમા તૈયાર કરાઇ રહી છે.

ભરૂચના બળેલી ખો વિસ્તારમાં છેલ્લા સાત-આઠ વર્ષથી ઈકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના ગણેશ યુવક મંડળ દ્વારા કરવામાં આવી રહી છે.આ વર્ષે પણ ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરવા માટે ગણેશ યુવક મંડળ છેલ્લા દોઢ મહિનાથી શ્રીજીની ઈકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવવામાં વ્યસ્ત બન્યા છે. બળેલી ખો યુવક મંડળના યુવાનો રસોઈમાં વાપરવામાં આવતી સામગ્રી જેવી કે અજમો, રાઈ, તલ, સૂકા ધાણા, વાંસની લાકડીઓ મરી, લવિંગ, તજ, તેજ પત્તા સહિતની સામગ્રીમાંથી ૧૨ ફૂટ ઉંચી અને 45 કિલો વજન ધરાવતી શ્રીજીની પ્રતિમાને આખરી ઓપ આપી રહ્યા છે શ્રીજીની પ્રતિમાને બનાવનાર ગણેશ યુવક મંડળોએ પણ અન્ય ગણેશ યુવક મંડળો ને ઇકો ફ્રેન્ડલી પ્રતિમાની સ્થાપના કરવા માટે અપીલ કરી રહ્યા છે.

Latest Stories