ભરૂચ : સીએમના હસ્તે લોકાર્પિત દોઢ કરોડના નાઈટ શેલ્ટર હોમમાં કાયમી આશરો નહીં મળે!

New Update
ભરૂચ : સીએમના હસ્તે લોકાર્પિત દોઢ કરોડના નાઈટ શેલ્ટર હોમમાં કાયમી આશરો નહીં મળે!

ભરૂચ નગરપાલિકા દ્વારા 1 કરોડ 55 લાખના ખર્ચે નાઈટ શેલ્ટર હોમ શહેરની ગીતા પાર્ક સોસાયટીની સામે બનાવાયું છે. માત્ર રાત્રિ રોકાણ માટે આશરો આપવાના નિર્ણયથી ઘરવિહોણા લોકો માટે ઉપયોગદાયી ન હોવાના સવાલો ઊભા થયા છે.

ભરૂચ નગરપાલિકા દ્વારા દોઢ કરોડ ઉપરાંતની માતબર રકમના ખર્ચે નાઈટ સેલ્ટર હોમનું નિર્માણ કરાયું છે. નિરાશ્રિતો માટે આશ્રયની જરૂરિયાત સામે માત્ર શહેરના ફૂટપાથ પર રહેતા નિરાશ્રિતો રાતવાસો કરી શકે તે પૂરતું નાઈટ સેલ્ટર હોમ હોવાથી પાલિકાએ નાણાં વ્યર્થ કર્યા હોવાના પ્રશ્નો ઉઠ્યા છે. ગીતા પાર્ક સોસાયટીની સામે 1 કરોડ 55 લાખ 55 હજાર 400 રૂપિયાની માતબર રકમ ખર્ચ્યા બાદ પણ ઘરવિહોણા લોકોને આશરો નહીં મળે.

માત્ર જાહેર માર્ગ પર અને ફૂટપાથ પર રાત વિતાવતા ઘરવિહોણા લોકોને રાત્રિના ઊંઘ પૂરતું સેલ્ટર હોમમાં કરોડો રૂપિયા ખર્ચ્યા બાદ પણ ઘરવિહોણાને કોઈ ઉપયોગ નહીં આવે તેવા આક્ષેપો થઈ રહ્યા છે. સેવાયજ્ઞ સમિતિના રાકેશભાઈ ભટ્ટે જણાવ્યું હતું કે, આ સેલ્ટર હોમમાં નિરાશ્રિતોને કાયમી આશરો નહીં મળે. છેલ્લા 35 વર્ષથી પ્લાસ્ટિકની તાડપત્રી વડે ડેરાતંબુ તાણી ઘરવિહોણાં હાથ પગ તૂટેલા અસ્થિર મગજના તથા ચાલી પણ ન શકે તેવા લોકો માટેનું આશ્રયસ્થાનમાં હાલમાં ૭૫ થી વધુ લોકોને રાખી તેઓને તમામ સુવિધાઓ જેમ કે દવા સહિતની સવલતો સેવાયજ્ઞ સમિતિ દ્વારા પુરૂં પાડવામાં આવે છે અને આવા નિરાધાર લોકોને કાયમી આશ્રય સ્થાનની જરૂર છે ત્યારે તંત્ર પાસે જમીનની માંગણી કરાઇ છે અને પાલિકા એ ઉભુ કરેલું શેલ્ટર હોમ અમારી પાસે રહેલા ૭૫ ઘરવિહોણાં લોકો માટેનું ન હોવાનું સેવાયજ્ઞ સમિતિના રાકેશભાઇ ભટ્ટે જણાવ્યું હતું.

ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના જાહેર માર્ગો તેમજ ફૂટપાથ પર દરેક મોસમમાં રાતવાસો કરતાં ઘરવિહોણા લોકો માટે ભરૂચની ગીતા પાર્ક સોસાયટીની સામે 1 કરોડ 55 લાખ 55 હજાર 400 રૂપિયાના ખર્ચે આશ્રય સ્થાનનું નિર્માણ કરાયું છે. જેનું લોકાર્પણ રાજ્યના મુખ્ય મંત્રી વિજય રૂપાણીના હસ્તે કરાયું હતું. આ નાઈટ શેલ્ટર હોમ ઘર વિહોણા લોકો માટે આર્શીવાદરૂપ બની રહેશે તેમ ભરૂચ નગરપાલિકાના પ્રમુખ સુરભીબેન તમાકુવાળાએ જણાવ્યું હતું.

Latest Stories