ભરૂચ: ઓસારા જતા માર્ગ પર ઓઇલ ઢોળાયુ; બાઇક સ્લીપ થતાં ચાલક ઇજાગ્રસ્ત

New Update
ભરૂચ: ઓસારા જતા માર્ગ  પર ઓઇલ ઢોળાયુ; બાઇક સ્લીપ થતાં ચાલક ઇજાગ્રસ્ત

ભરૂચના ઓસરા રોડ પર જેટકો કચેરી નજીક ટ્રકમાં લઇ જવાતા વીજ કમ્પનીના વિશાળ ટ્રાન્સફોર્મરમાં લીકેજ થતા ઓઇલ રોડ પર ફેલાતા બાઇક સ્લીપ થવાના બનાવ સામે આવ્યા છે.

મળતી માહિતી મુજબ, વીજ કમ્પની ઘ્વારા વિશાળ ટ્રાન્સફોર્મરને એક ટ્રકમાં સ્થળાંતરિત કરાઈ રહ્યું હતું. દરમ્યાન ભરૂચના ઓસારા રોડ પર જેટકો કમ્પનીની કચેરી સામે અચાનક ટ્રાન્સફોર્મરમાં લીકેજ થતા તેનું ઓઇલ માર્ગ ઉપર ઢોળાયું હતું. ઓઇલ મોટા પ્રમાણમાં ફેલાતા વાહન ચાલકો માટે અકસ્માતનો ભય ઉભો થયો હતો. જેમાં એક બાઇક ચાલક ઓઈલના કારણે સ્લીપ ખાઈ રોડ પર પટકાતા તેને ઈજાઓ પહોંચી હતી.

ઉલ્લેખનીય છે કે આ માર્ગ ઉપર રાત્રી દરમ્યાન કોઈ લાઇટની સુવિધા પણ નથી. આ માર્ગ ઉપર સાંજ પછી નોકરિયાતો અને વેપારીઓ સહિત લોકોની અવર જવર વધુ રહે છે. જેને લઈ રોડ પર ફેલાયેલા ઓઈલના કારણે અંધારામાં અકસ્માતો થવાની સંભાવના ઉભી થઇ છે.

Latest Stories