/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/12/16100632/ffff.jpg)
ઉત્તર-પૂર્વીય ઠંડા
પવનની અસર સમગ્ર રાજ્યભરમાં થઈ રહી છે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં પણ ઠંડીનું મોજુ ફરી વળ્યું છે.
સમગ્ર ગુજરાત રાજ્યમાં આગામી દિવસોમાં ઠંડી જોર પકડે તેવા હવામાન વિભાગ દ્વારા સંકેતો કરવામાં આવ્યા છે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં ગત રવિવારે સાંજ પડતાની સાથે જ વાતવારણમાં ઠંડીનું પ્રમાણ વધ્યું હતું. સુસવાટા ભર્યા પવન સાથે ગુલાબી ઠંડીનું જોર વધતા શહેરના વિવિધ માર્ગો સુમસાન બન્યા હતા.
ભરૂચ જિલ્લામાં રવિવારે લઘુત્તમ તાપમાન 20 ડિગ્રીએ પહોચ્યું હતું. જ્યારે સોમવારની વહેલી સવારે ઠંડીનો પારો ગગડી 18 ડિગ્રીએ પહોંચ્યો હતો. શહેરીજનોએ ઠંડીથી બચવા માટે ગરમ કપડાંનો સહારો લીધો હતો. તો કેટલાક સ્થળોએ લોકો તાપણું કરતાં પણ નજરે પડ્યા હતા. આગામી અઠવાડિયા દરમ્યાન ઠંડા પવનોની અસરથી રાજ્યના દરિયાકાંઠાના શહેરોમાં હજુ ઠંડી વધવાની શક્યતાઓ પણ રહેલી છે.