/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/04/21184359/maxresdefault-160.jpg)
દેશભરમાં રામનવમીની ભક્તિભાવપૂર્વક ઉજવણી થતી હોય છે. જોકે હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીના કારણે તમામ ધાર્મિક તહેવારો અને ઉત્સવો ફીકા પડી ગયા છે, ત્યારે ભરૂચ જીલ્લામાં પણ રામનવમીના દિવસે મંદિરો ભક્તો વિના સુના જોવા મળ્યા હતા.
છેલ્લા 2 વર્ષથી સમગ્ર દેશમાં અનેક ધાર્મિક તહેવારો અને ઉત્સવો કોરોના સંક્રમણના કારણે સાદગીપૂર્વક ઉજવવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચ શહેર તથા જિલ્લામાં આજરોજ રામનવમીના દિવસે મંદિરોમાં નહિવત ભક્તો જોવા મળ્યા હતા. શહેરના કસક વિસ્તાર સ્થિત જલારામ મંદિરને પણ બંધ રાખવામાં આવ્યું હતું. તાજેતરમાં ચાલી રહેલી કોરોનાની મહામારી સતત વકરી રહી છે. જેના પગલે અનેક ધાર્મિક તહેવારો ઉપર કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. જોકે રામનવમીના દિવસે મંદિરોમાં વધુ પ્રમાણમાં ભક્તોની ભીડ ન ઉમટે તે માટે કેટલાય મંદિરોને બંધ રાખવાની ફરજ પડી હતી.