આજરોજ ભગવાન પરશુરામની જન્મજયંતિ નિમિત્તે ભરૂચમાં બ્રહ્મ સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા

આજે પરશુરામ જયંતિ ઉજવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવે છે કે ભગવાન પરશુરામ ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર અને યોદ્ધા સ્વરૂપ છે. અન્ય અવતારોની જેમ, પરશુરામની પૂજા કરવામાં આવતી નથી કારણ કે તે અમર હોવાનું માનવામાં આવે છે ત્યારે આજરોજ પરશુરામ જયંતિની ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી.ભરૂચમાં બ્રહ્મ સમાજ દ્વારા વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા શ્રવણ ચોકડીથી નિકળી શહેરના વિવિધ વિસ્તારોમાં ફરી દાંડિયા બજાર સ્થિત ભૃગુઋષિ મંદિરે પહોંચી હતી જ્યાં પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું