ભરૂચથી દહેજ ઔદ્યોગિક વસાહતને જોડતા હાઇવે પર જોલવા નજીક માર્ગ પર હ્યુન્ડાઇ કારના ચાલકે એકટીવાને અડફેટમાં લેતા સર્જાયેલા અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યુ મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ગંભીર ઇજાઓ થતાં તેને ભરૂચ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ ઓરિસ્સાના ૪૨ વર્ષીય દામોદર ભાસ્કર નાયક જોલવા ખાતે આવેલ હોટેલ સિટી સેન્ટરમાં ટિફિન પાર્સલનું કામ કરતો હતો અને ત્યાં જ રહેતો હતો. આજરોજ એકટીવા લઈને તેની સાથે કામ કરતા અન્નત રામ સૂર્યવંશી સાથે ટિફિન લઈ જોલવાથી દહેજ જતી વેળાએ રસ્તામાં પાછળથી પુર ઝડપે આવતી હુંડાઈ કારના ચાલકે એક્ટિવાને અડફેટે લીધી હતી..
હુંડાઈ કાર સાથે ના અકસ્માતમાં રોડ ઉપર પટકાતા દામોદર નાયરને માથા અને પગમાં ગંભીર ઇજા થતાં કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. જ્યારે અભ્યાસ કુમાર સૂર્યવંશીને ઇજાઓ પહોંચતાં તેને તત્કાલ સારવાર અર્થે ભરૂચ સીવીલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. બનાવના પગલે દહેજ પોલીસે ઘટના સ્થળે દોડી જઇ મૃતકની લાશનો કબજો મેળવી તેનું પોસ્ટમોર્ટમ કરાવી વધુ તપાસ હાથ ધરી હતી..