ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે CHC દવાખાના ખાતે ONGC પેટ્રો કેમિકલ કંપની દ્વારા ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન અર્પણ કરવામાં આવ્યા છે.
સમગ્ર ભરૂચ જિલ્લામાં કોરોનાની બીજી લહેરે ભારે હાહાકાર મચાવ્યો હતો, ત્યારે હાલ કોરોનાના કેસમાં નોંધાતા ઘટાડો થતાં વહીવટી તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે. કોરોનામાં દર્દીઓને ઓક્સિજનની જરૂર પડતી હોય છે. જોકે, ગ્રામ્ય વિસ્તારમાં આવી પરિસ્થિતી ઘણી વાર ઊભી થાય છે. ઉમલ્લા ગામે આવેલ CHC દવાખાનામાં પણ કોરોનાના દર્દીઓ માટે કોવિડ વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લા પંચાયતના સદસ્ય મહેન્દ્રસિંહ વાસદીયાની ભલામણથી ONGC પેટ્રો કેમિકલના સહયોગથી ઉમલ્લા CHC કોવિડ કેરમાં 5 લીટરના 2 નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન ગ્રામ્યવિસ્તારની પ્રજા માટે અર્પણ કરવામાં આવ્યા છે. આ પ્રસંગે ઉમલ્લા CHC દવાખાનામાં ફરજ બજાવતા ડો. જંખનાબહેન અને ગ્રામજનોએ આભારની લાગણી વ્યક્ત કરી હતી.