ભરૂચ જિલ્લાના પાલેજ જીઆઈડીસીની કંપનીમાં ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો, ત્યારે ફાયરબ્રિગેડે ગણતરીની મીનીટોમાં આગ ઉપર કાબુ મેળવી લેતાં કંપની આગની જ્વાળામાં સ્વાહા થઈ જતાં બચી ગઈ હતી.
મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના પાલેજ જીઆઈડીસી વિસ્તારમાં આવેલ નર્મદા વેલી રબર કંપનીમાં સવારના સમયે અચાનક આગ લાગતાં ધુમાડાના ગોટેગોટા પાલેજ બજાર સુધી નજરે પડ્યા હતા. આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલાં ઝનોર એન ટીપીસી કંપની તેમજ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા, જ્યાં પાણીનો મારો ચલાવી ફાયર ફાઇટરોએ ગણતરીની મીનીટોમાં જ આગ ઉપર કાબુ મેળવી લીધી હતો. આગ લાગવાની ઘટનામાં કંપનીમાં રહેલ રબર સ્ક્રેપ બળી ગયું હતું. આગ લાગતા કંપનીમાંથી કામદારો બહાર દોડ આવતા સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી ન હતી.
