ગુજરાત સરકારે રાજ્યમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ લાદી દીધો છે. એનલોગ ચીઝ પનીર પર પ્રતિબંધ બાદ રાજ્યભરમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા દરોડા પાડી ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.
ભરૂચ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા પણ ભરૂચ, અંકલેશ્વર, ઝઘડિયા સહિતના સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેકટર અશોક રાઠવાની આગેવાનીમાં બી.વી. કાકડીયા, કેતન પટેલ, નિકિતા પટેલ, ખુશ્બુ પટેલ, કૃપા પરમારની ટીમે તપાસ હાથ ધરી હતી. જિલ્લામાં ડેરીઓ, દુકાનો, હાઈવેની હોટલો, રેસ્ટોરન્ટ સહિત એજન્સીઓમાં મળી 74 સ્થળોએ તપાસ કરાઈ હતી. જેમાં એનાલોગ પનીર, ચીઝનો 34 કિલો જથ્થો મળી આવતા નાશ કરવામાં આવ્યો હતો.
