ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા  દ્રારા અપવામાં આવેલ સુચના અધારે નાયબ પોલીસ અધિક્ષક સી.કે.પટેલ ભરૂચ વિભાગ તથા ભરૂચના પાલેજ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર એ.એ.ચૌધરીએ આપેલ સુચના તથા માર્ગદર્શન હેઠળ પાલેજ પોલીસ સ્ટેશન ટીમ દ્વારા રીકવર કરેલ કિ.રૂ.૨,૫૦,૦૦૦/- ની ઇકો ગાડી મૂળ માલિકને પરત કરવામાં આવી હતી.પોલીસ દ્વારા આ કામગીરી તેરા તુજકો અર્પણ અભિયાન અંતર્ગત કરવામાં આવી હતી.