/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2019/11/23142611/maxresdefault-277.jpg)
ભરૂચ નગરપાલિકા શહેરીજનોને માળખાકીય સુવિધાઓ પુરી
પાડવામાં નિષ્ફળ રહી હોવાના આક્ષેપ સાથે ધરણા કરી રહેલાં નિવૃત સરકારી કર્મચારીઓએ
આખરે પારણા કરી લીધાં છે. પાલિકા સત્તાધીશોએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપતાં
ચાર દિવસથી ચાલી રહેલાં ધરણાનો અંત આવ્યો છે.
ભરૂચ શહેરમાં રખડતા ઢોર, ઠેર ઠેર બનાવી દેવાયેલાં સ્પીડબ્રેકર , ખખડધજ રસ્તાઓ સહિતની સળગતી સમસ્યાઓના નિરાકરણની માંગ સાથે નિવૃત સરકારી કર્મચારીઓએ પાલિકા સામે આંદોલનની શરૂઆત કરી હતી. બિપિનભાઇ જગદીશવાલાની આગેવાનીમાં ચાર દિવસથી ધરણા કરવામાં આવી રહયાં હતાં.
શુક્રવારના રોજ કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ઉપવાસી છાવણીની મુલાકાત પણ લીધી હતી અને બાદમાં પાલિકા પ્રમુખ અને વિપક્ષના નેતા વચ્ચે ચકમક ઝરી હતી. નગરપાલિકા સત્તાધીશોએ નિવૃત કર્મચારીઓને તેમની માંગણીઓ સંદર્ભમાં યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપતાં આખરે તેમણે પારણા કરી લીધાં છે.કારોબારી સમિતિના અધ્યક્ષ નરેશ સુથારવાલા તથા સીટી એન્જીનીયર સલીમ દરોગાએ તેમને પારણા કરાવ્યાં હતાં.