ભરૂચ રેલ્વે સ્ટેશન પાસે અમદાવાદ-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં મુસાફરની ઊંઘનો લાભ લઇ અજાણ્યો ઇસમ ૨૦ હજારના મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઇ ગયો હતો
અંકલેશ્વરના રામ નગર સોસાયટીમાં રહેતા મહેન્દ્ર ડાહ્યાભાઈ પટેલ ગત તારીખ-૩૧મી ઓક્ટોબરના રોજ અમદાવાદ રેલ્વે સ્ટેશન પરથી અમદાવાદ-મુંબઈ પેસેન્જર ટ્રેનમાં સવાર થઇ અંકલેશ્વર આવી રહ્યા હતા તે દરમિયાન ચાલુ ટ્રેનમાં તેઓ સુઈ જતા તેઓની બેગના ખાનામાં રહેલ ૨૦ હજારનો મોબાઈલ ફોન કોઈ અજાણ્યો ઇસમ ચોરી કરી ફરાર થઇ ગયો હતો.ચોરી અંગે ભરૂચ રેલ્વે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ છે.
