New Update
ભરૂચના હુસેનિયા-2 સોસાયટીની બાજુમાં આવેલ મરહબા પાર્ક સોસાયટીમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી રોકડા 60 હજાર અને સોનાના ઘરેણાં મળી કુલ 6 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા
ભરૂચના હુસેનિયા-2 સોસાયટીની બાજુમાં આવેલ મરહબા પાર્ક સોસાયટીમાં રહેતા ઐયુબ ઈસ્માઈલ પટેલ ગત તારીખ-4થી જુલાઇના રોજ પાલેજ સ્થિત પોતાની હોટલ ખાતે ગયા હતા જ્યારે તેઓની પત્ની કૂડચણ ગામ ખાતે મરણ પ્રસંગે મકાનને તાળું મારી ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનને નિશાન બનાવ્યું હતું તસ્કરોએ મકાનના મુખ્ય દરવાજાનું તાળું તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને સોનાના ઘરેણાં તેમજ રોકડા 60 હજાર મળી કુલ 6 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા બંને ચોરી અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
Latest Stories