અંકલેશ્વર પરિવાર ધાબા પર સુવા ગયો, તસ્કરો રૂ.1 લાખથી વધુની ચોરી કરી ફરાર

અંકલેશ્વરના રામકુંડ સ્થિત વણકરવાસમાં ટેકરા ફળિયામાં રહેતા કલ્પનાબેન ગતરોજ રાતે પોતાના પરિવાર સાથે ગરમીને કારણે ધાબા ઉપર સુવા ગયા હતા

New Update
Advertisment

Advertisment

અંકલેશ્વરના વણકરવાસમાં ટેકરા ફળિયામાં પરિવાર ધાબા ઉપર સુવા જતાં તસ્કરોએ મકાનને નિશાન બનાવી રોકડા 10 હજાર અને સોનાના ઘરેણાં મળી અંદાજિત કુલ 1 લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા 

અંકલેશ્વરના રામકુંડ સ્થિત વણકરવાસમાં ટેકરા ફળિયામાં રહેતા કલ્પનાબેન ગતરોજ રાતે પોતાના પરિવાર સાથે ગરમીને કારણે ધાબા ઉપર સુવા ગયા હતા તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનની નિશાન બનાવ્યું હતું.તસ્કરોએ નકૂચો તોડી અંદર પ્રવેશ કરી સામાન વેરવિખેર કરી મકાનમાંથી સોનાના ઘરેણાં અને રોકડા 10 હજાર મળી અંદાજિત 1 લાખથી વધુનો મુદ્દામાલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા ચોરી અંગે શહેર પોલીસ મથકે જાણ કરવામાં આવતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવી ચોરી અંગે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે.
Latest Stories