ભરૂચ : જંબુસરમાં પીપલ્સ કો.ઓ. બેન્ક દ્વારા ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિને જનતાની સેવા અર્થે એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ

New Update
ભરૂચ : જંબુસરમાં પીપલ્સ કો.ઓ. બેન્ક દ્વારા ડો. હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિને જનતાની સેવા અર્થે એમ્બ્યુલન્સ અર્પણ કરાઇ

ભરૂચ જિલ્લાના જંબુસર નગરમાં પીપલ્સ કો. ઓપરેટિવ બેન્ક દ્વારા આર.એસ.એસ. પ્રેરિત ડોક્ટર હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિને જનતાની સેવા અર્થે એમ્બ્યુલન્સ અર્પણ કરવામાં આવી છે.

publive-image

હાલ કોરોના મહામારીમાં ઠેરઠેર પોઝીટીવ દર્દીઓ તથા ખાનગી હોસ્પિટલો પણ તાવ, શરદી અને ખાંસીના લક્ષણોવાળા દર્દીઓથી ઉભરાયેલા જોવા મળે છે, ત્યારે કોરોનાના સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને સારી સવલત અને સારવાર મળી રહે તે માટે આર.એસ.એસ. પ્રેરિત ડોક્ટર હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિ દ્વારા જંબુસર ગામે સ્થિત સ્વરાજ ભવન ખાતે આઇસોલેશન વોર્ડનો પ્રારંભ કરાયો છે. જેમની સારી સેવાને લઇ જંબુસરની અગ્રણી પીપલ્સ બૅન્ક જે સામાજિક લોક ઉપયોગી કાર્યો કરે છે. હાલ કોરોના મહામારીને ધ્યાનમાં લઇ સમાજની સેવા અર્થે પીપલ્સ બેન્કના ચેરમેન ચંદ્રકાંત પટેલ તથા ડિરેક્ટરોએ ઉમદા વિચાર વ્યક્ત કરી અમલમાં મુકતા જંબુસર ડોક્ટર હેડગેવાર જન્મશતાબ્દી સેવા સમિતિને એમ્બ્યુલન્સ સમિતિના હોદ્દેદારોને બેન્ક ચેરમેન ડિરેક્ટરો અને મેનેજરની ઉપસ્થિતિમાં અર્પણ કરવામાં આવી હતી, ત્યારે એમ્બ્યુલન્સ અર્પણ વિધિ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ ભાવના રામી, નિલેશ ભાવસાર, વિરેન શાહ સહિત નગરપાલિકા સદસ્યો અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.

Latest Stories