• ભરૂચના વાલિયામાં બન્યો હતો ચકચારી બનાવ

  • શિક્ષક દંપત્તિની કરવામાં આવી હતી હત્યા

  • જમાઈએ જ સાસુ સસરાની કરી હતી હત્યા

  • આરોપીને કડક સજાની કરવામાં આવી માંગ

  • મામલતદારને આવેદનપત્ર પાઠવાયું

ભરૂચના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીના ડબલ મર્ડર કેસમાં હત્યારા સામે સખત સજા સાથે દાખલારૂપ કાર્યવાહી કરવાની માંગ રાજપૂત સમાજ સહિત અન્ય સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવાયું હતું.
રાજપૂત યુવા સંઘ વાલિયા તાલુકા અને અન્ય સમાજ દ્વારા ભરૂચની વાલિયા મામલતદાર કચેરી ખાતે એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા અનુસાર ગત તારીખ-5મી માર્ચના રોજ વાલીયાની ગણેશ ગાર્ડન સોસાયટીમાં શિક્ષક દંપતીની નિર્મમ ઘાતકી હત્યા કરવામાં આવી હતી.જે કૃત્યને રાજપૂત સમાજ અને અન્ય સમાજ નિંદા સાથે આરોપી વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરી  પોલીસ તંત્રની કામગીરીને બિરદાવી હતી.આ સાથે જ આરોપીને કડકમાં કડક સજા થાય તેમજ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે એવી માંગ કરવામાં આવી છે.અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક શિક્ષક દંપત્તિના જમાઈએ જ દેવુ વધી જતાં સાસુ સસરાના મકાનમાં લૂંટ કરી હત્યાના ગુનાને અંજામ આપ્યો હોવાનો પોલીસ તપાસમાં ઘટસ્ફોટ થયો હતો