/connect-gujarat/media/post_banners/wp-content/uploads/2021/05/04134230/RUvatIkR.jpg)
જીવલેણ કોરોનાની સારવારમાં ઉપયોગમાં લેવાતા રેમડેસિવિર ઈન્જેકસનની ભારે અછત વર્તાય રહી છે ત્યારે કેટલાક તત્વો આવા સમયમાં પણ વધુ કમાય લેવાની લ્હાયમાં રેમડેસિવિર ઈન્જેકસનની કાળા બજારી કરતાં હોય છે.
ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રૂપની ટીમને માહિતી મળી હતી કે કેટલાક ઇસમો રેમડેસિવિર ઈન્જેકસન ઊંચા ભાવે વેચી રહ્યા છે જેના આધારે પોલીસે દહેજ બાયપાસ રોડ પર આવેલ શેઠ મેડિકલ સ્ટોર પર રેમડેસિવિર ઈન્જેકસનનું વેચાણ કરવા આવેલ અરબાજ ગરાસિયા નામના ઇસમને ઝડપી પાડ્યો હતો.
ઝડપાયેલ આરોપી દહેજ બાયપાસ રોડ પર આવેલ સિટીકેર હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે ફરજ બજાવે છે તે રેમડેસિવિર ઈન્જેકસન લાવી શેઠ મેડિકલ સ્ટોર પર ઈમરાન શેઠને આપતો હતો ત્યારે પોલીસે બન્નેની ધરપકડ કરી તેઓ પાસેથી 6 રેમડેસિવિર ઈન્જેકસન કબ્જે કર્યા છે તો રૂપિયા 54 હજારનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો છે. આરોપી રેમડેસિવિર ઈન્જેકસન ક્યાથી લાવતો હતો એ બાબતની પોલીસ તપાસ કરી રહી છે