ભરૂચની પાલેજ પોલીસના સુત્રોને બાતમી મળી હતી કે ટંકારીયા ગામે સોગરસા પીરની દરગાહની સામે મેહબૂબ ઇસ્માઈલ ઉમટા તેના પશુ બાંધવાના અડાળામાં ગૌ-વશંનુ કતલ કરી વેચાણ કરે છે.જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરી જગ્યા પરથી જાવેદ ઇસ્માઈલ ઝીણાને કતલ કરેલ ગાયના ગૌ-માસ સાથે ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસે સ્થળ પરથી ગૌ માંસ,3 ગાય, 2 વાછરડા મળી રૂ.62 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.આ મામલામાં પોલીસે અન્ય 2 આરોપીઓ મેહબૂબ ઈસ્માઈલ ઉમટા રહે, ટંકારીયા ગામ તા.જી.ભરૂચ અને  ઇલ્યાસ વલી બસેરી રહે, ટંકારીયા ગામ તા.જી.ભરૂચની ધરપકડ કરી છે જ્યારે 2 આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.