ભરૂચ : પોલીસની ગાડીઓ માઇક સાથે વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે, જુઓ શું છે કારણ

New Update
ભરૂચ : પોલીસની ગાડીઓ માઇક સાથે વિવિધ વિસ્તારોમાં ફરી રહી છે, જુઓ શું છે કારણ

ભરૂચમાં દિવસે લોકડાઉન અને રાત્રે કરફયુ હોવાથી વેપારીઓ મુંઝવણમાં મુકાયાં છે. ખાસ કરીને કઇ દુકાનો ખુલ્લી રાખવી અને કઇ બંધ તે અંગે પ્રવર્તી રહેલી આશંકા દુર કરવા પોલીસે નવતર અભિગમ અપનાવ્યો છે......

ભરૂચ શહેરમાં વધી રહેલાં કોરોનાના સંક્રમણને રોકવા માટે સરકારે પાંચમી મે સુધી મીની લોકડાઉનની જાહેરાત કરી છે. આ ઉપરાંત ભરૂચમાં તારીખ સાતમી એપ્રિલથી નાઇટ કરફયુ અમલમાં મુકી દેવાયો છે. રાજય સરકારના નવા જાહેરનામા અંગે વેપારીઓ મુંઝવણમાં મુકાયાં છે. કઇ દુકાનો ખુલ્લી રાખવી અને કઇ દુકાનો બંધ રાખવી તેનું માર્ગદર્શન વેપારીઓ માંગી રહયાં છે. આવા સંજોગોમાં ભરૂચના ડીવાયએસપી એમ.પી.ભોજાણી તથા તેમની ટીમ માઇક સાથે વિવિધ વિસ્તારોમાં ફરી માઇકથી એનાઉસમેન્ટ કરી વેપારીઓને જાણકારી પુરી પાડી રહી છે. ભરૂચમાં વધી રહેલાં કોરોનાના સંક્રમણને રોકવા વેપારીઓ તેમની દુકાનો ખોલતાં ન હોવાથી તથા લોકો ઘરોમાં રહેવાનું પસંદ કરી  રહયાં હોવાથી રસ્તાઓ અને બજારો સુમસાન જોવા મળી રહયાં છે. ભરૂચ પોલીસની ટીમે વેપારીઓને કોરોનાની ચેઇન તોડવા સરકારે બહાર પાડેલાં જાહેરનામાનું પાલન કરી સહયોગ આપવા અપીલ કરી છે..

Latest Stories