21મી સદીના સ્વપ્નદ્રષ્ટા અને આધુનિક ભારતના ઘડતર માટે વિશેષ યોગદાન આપનાર પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
ભારત દેશના યુવાનોને 18 વર્ષે મતાધિકાર આપીને લોકશાહીનું નવ સર્જન કરનાર સ્વ. રાજીવ ગાંધીએ પંચાયતી રાજમાં પણ મહિલાઓ માટે 33 ટકા અનામત બેઠક આપી મહિલા સશક્તિકરણની શરૂઆત કરાવી હતી, ત્યારે આજરોજ જિલ્લા તેમજ શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે તેઓની તસવીરને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, શહેર કોંગ્રેસ પ્રમુખ વિક્કી શોખી, નગરપાલિકા વિપક્ષના નેતા સમશાદઅલી સૈયદ, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહિમ કલકલ સહિતના કોંગ્રેસી આગેવાનોએ ઉપસ્થિત રહી પૂર્વ વડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ઉપરાંત રેલ્વે સ્ટેશન રોડ પર માસ્ક વગર ફરતા લોકોને માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.